તાજેતરમાં અમદાવાદના જેતલપુર મુકામે યોજાયેલી SGFI (School Games Federation of India) રાજ્ય કક્ષાની જુડો સ્પર્ધામાં ઇડરની ડી.એલ.એસ.એસ. (DLSS) સર પ્રતાપ હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરી શાળા અને સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ ગૌરવવંતી સિદ્ધિ બદલ વિજેતા વિદ્યાર્થીઓ પર અભિનંદનનો વરસાદ વર્ષાઈ રહ્યો છે.
સ્પર્ધામાં વિધાર્થીઓએ વિવિધ વજન જૂથમાં પોતાના દાવપેચ અને ખેલદિલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડીને નીચે મુજબના મેડલ પ્રાપ્ત કર્યા છે:
* **પરમાર વૈષ્ણવી પ્રવીણભાઈ:** - 23 KG કેટેગરીમાં **ગોલ્ડ મેડલ**
* **તરાર વનરાજ ગોવિંદભાઈ:** - 30 KG કેટેગરીમાં **બ્રોન્જ મેડલ**
* **કટારા આયુષ વિક્રમભાઈ:** - 40 KG કેટેગરીમાં **ગોલ્ડ મેડલ**
* **ચૌહાણ નયન જયેશભાઈ:** - 66 KG કેટેગરીમાં **બ્રોન્જ મેડલ**
* **શુક્લ હેત પંકજભાઈ:** - 81 KG કેટેગરીમાં **બ્રોન્જ મેડલ**
વિદાર્થીઓની આ અદ્ભુત સિદ્ધિ પાછળ તેમની કઠોર મહેનત અને માર્ગદર્શન રહેલું છે. વિધાર્થીઓને ઉત્કૃષ્ટ કોચિંગ પૂરું પાડનાર કોચ **રૂહીના મનસુરી** અને **રફીક લુહાર**ની તાલીમની પણ સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.
વિદ્યાર્થીઓની આ સિદ્ધિથી પ્રભાવિત થઈને શાળા પરિવાર, આચાર્યશ્રી તેમજ સમગ્ર પંથકમાંથી વિજેતા ખેલાડીઓ અને તેમના કોચને ભાવી કારકિર્દી માટે ખુબ ખુબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
સંજય ભોઈ
મો.7600694756
0 Comments