નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ (IPS) સાહેબ (ગાંધીનગર વિભાગ, ગાંધીનગર) તથા સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) સાહેબનાઓની જીલ્લામાં શરીર સંબંધી ગુન્હાઓ સાથે સંકળાયેલા આરોપીઓને પકડી પાડી અસરકારક કામગીરી કરવા માટેની ખાસ સૂચના આપવામાં આવેલ હતી.
આ સૂચના અન્વયે, ડો. કુલદીપકુમાર નાયી સાહેબ (નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ખેડબ્રહ્મા વિભાગ) તથા પો.ઇન્સ. શ્રી ડી.એન.સાધુ (પોશીના પોલીસ સ્ટેશન) નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પો.સ.ઇ. શ્રી વી.બી.મેઘનાથી તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સતત વોચ અને તપાસમાં હતા.
તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના આ.લો.ર. દીપકકુમાર પુંજાભાઈ નાઓને હ્યુમન સોર્સથી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, પોશીના પોલીસ સ્ટેશન પાર્ટ-A ગુ.ર.નં. ૧૧૨૦૯૦૪૦૨૬૦૩૪૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૦૩(૧), ૬૧(૨) મુજબના અનડીટેક્ટ ગુન્હાના કામે અગાઉ પકડાયેલ ચાર આરોપીઓ પૈકી વધુ એક આરોપી રૂપપુરા ખાતેથી મળી આવનાર છે. જે બાતમીના આધારે હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સોર્સની મદદથી રૂપપુરાથી આરોપી સુધી પહોંચી, સફળતાપૂર્વક પકડી પાડી ગુન્હાના કામે અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
નામ:રોકી ઉર્ફે વિજયભાઇ ઉર્ફે વિપુલભાઈ જયંતીભાઈ તરાલ
ઉંમર:૨૫ વર્ષ
રહેઠાણ:રૂપપુરા, તા. હડાદ, જી. બનાસકાંઠા
સરાહનીય કામગીરી કરનાર અધિકારી / કર્મચારીઓની ટીમ:
૧. શ્રી ડી.એન.સાધુ (પોલીસ ઇન્સ્પેક્ટર, પોશીના પો.સ્ટે.)
૨. શ્રી વી.બી.મેઘનાથી (પોલીસ સબ ઇન્સ્પેક્ટર, સર્વેલન્સ સ્ટાફ)
૩. અમીતકુમાર સાવનભાઈ (એ.એસ.આઇ, બ.નં. ૨૮૭)
૪. મુકેશભાઈ દલજીભાઇ (અ.પો.કો., બ.નં. ૦૭૨૪)
૫. દીપકકુમાર પુંજાભાઈ (આ.લો.ર., બ.નં. ૦૭૮૫)
૬. દશરથભાઇ રાજેન્દ્રભાઇ (આ.લો.ર., બ.નં. ૦૭૮૪)
પોશીના
૦૫/૧૦/૨૦૨૬
સિરાજ મેમણ.પોશીના
0 Comments