Ticker

8/recent/ticker-posts

જિગ્નેશ મેવાણી વિરુદ્ધ વિવાદિત પોસ્ટ કરનારા સામે કાર્યવાહીની માંગ: ઈડર કોંગ્રેસે પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપી કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી.

ઇડર પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિરુદ્ધ વિવાદિત પોસ્ટ કરનાર સામે કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. 
આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.
આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ધવલ દવે (ભાજપ, બનાસકાંઠા) અને દક્ષેશ પટેલ (ભાજપ) ના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જિગ્નેશ મેવાણીનો ઉલ્લેખ કરીને દલિત સમુદાય, સમાજની બહેન-દીકરીઓ તથા દલિત અને મુસ્લિમ સમાજ વચ્ચે વૈમનસ્ય પેદા થાય તેવા હેતુથી પોસ્ટ મૂકવામાં આવી છે.
કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રામભાઈ સોલંકીની આગેવાની હેઠળ આ રજૂઆત કરવામાં આવી હતી. ઈડર પોલીસ સ્ટેશનના આર.એ. ચૌધરીને લેખિત આવેદનપત્ર સુપરત કરાયું. આ પ્રસંગે નદુભાઈ પટેલ, શૈલેશ પંડ્યા, મુકેશભાઈ પરમાર અનિલભાઈ પંડ્યા સહિત અન્ય કોંગ્રેસ આગેવાનો હાજર રહ્યા હતા.


સંજય ભોઈ 
મો.7600694756

Post a Comment

0 Comments