મુન્દ્રા તાલુકાના ભોરારા ગામના પ્રગતિશીલ ખેડૂતના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લઈને જાતે ગાય દોહી...
આ ફાર્મની મુલાકાત વેળાએ ગ્રામજનો, પ્રાકૃતિક ખેતી કરતાં અન્ય ખેડૂતોએ પણ માન. રાજ્યપાલશ્રી પાસેથી માર્ગદર્શન મેળવ્યું; રાજ્યપાલશ્રીએ કચ્છમાં ઇકો એગ્રો ટૂરિઝમને પ્રોત્સાહન આપવા પ્રાકૃતિક ફાર્મ ખાતે હોમસ્ટેને ખુલ્લું મૂક્યું...
સમાનતા અને સામાજિક સમરસતાના મૂલ્યોને સાર્થક કરતા રાજ્યપાલશ્રીએ ભોરારા ગામની મુલાકાત લઈને સામાન્ય પરિવારના નિવાસસ્થાને સાદો નાસ્તો કર્યો; રાજ્યપાલશ્રીએ આ પરિવારના સભ્યો સાથે તેમના રોજિંદા જીવન, શિક્ષણ અને આજીવિકાના સ્ત્રોતો અંગે આત્મીયતાથી ચર્ચા કરી...
રાજ્યપાલશ્રીએ પરિવારજનોને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિના લાભ સમજાવ્યા તેમજ શ્રી કાનજીભાઈના પરિવારને લોકભવન, ગાંધીનગર પધારવા આમંત્રણ પાઠવ્યું...
સંજય ભોઈ
0 Comments