અશ્વિનભાઈ તબિયાડની હત્યાના આક્ષેપ વચ્ચે મહિલા કોન્સ્ટેબલ સહિત ચાર શંકાસ્પદ આરોપીઓ પોલીસ પકડમાં
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના પાદરા ગામે હાથમતી નદીના કિનારે સળગેલી અર્ટિગા કારમાંથી માનવ અવશેષો મળી આવવાના ચકચારી બનાવમાં પોલીસ તપાસ દરમિયાન મહત્વનો ખુલાસો થયો છે. આ મામલે મહિલા કોન્સ્ટેબલ સહિત ચાર શંકાસ્પદ આરોપીઓને પોલીસે ઝડપી પાડતાં સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પાદરા ગામ નજીક હાથમતી નદીના કિનારે સળગેલી હાલતમાં અર્ટિગા કાર મળી આવી હતી. કારની તપાસ દરમિયાન તેમાંથી માનવ અવશેષો મળી આવતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું. તપાસ દરમિયાન મૃતકની ઓળખ અશ્વિનભાઈ તબિયાડ તરીકે થઈ હોવાનું જાણવા મળ્યું છે.
આ મામલે નોંધાયેલી ફરિયાદમાં અશ્વિનભાઈ તબિયાડની હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવાના ઇરાદે કાર સળગાવી દેવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી મહિલા કોન્સ્ટેબલ સહિત ચાર શંકાસ્પદ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
સમગ્ર ઘટનાને લઈને અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી પોલીસ તપાસની વિગતો રજૂ કરી હતી. હાલ ભિલોડા પોલીસ દ્વારા હત્યા પાછળનું કારણ, ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને પુરાવાનો નાશ કરવા પાછળની હકીકત સહિતના મુદ્દાઓને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સળગેલી કારમાંથી માનવ અવશેષો મળી આવવાના આ બનાવમાં મહિલા પોલીસ કર્મચારી સહિત ચાર શંકાસ્પદ આરોપીઓની ધરપકડ થતાં સમગ્ર અરવલ્લી જિલ્લામાં આ કેસ ચર્ચાનો વિષય બન્યો છે.
અહેવાલ: સંજય ભોઈ
SK24 ગુજરાતી ન્યૂઝ
મો. 7600694756
0 Comments