Ticker

8/recent/ticker-posts

Followers

ઈડરના વસાઈ ગામે રહેણાંક મકાનમાં ભીષણ આગ..

ઘરવખરી, અનાજ, ઘરેણાં અને રોકડ રકમને ભારે નુકસાન થયાની વિગતો

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના વસાઈ ગામે પરમાર વાસમાં આવેલા એક રહેણાંક મકાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. મોહનભાઈ મોતીભાઈ પરમારના મકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ઘરમાં રહેલી ઘરવખરી સહિતની ચીજવસ્તુઓને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, વસાઈ ગામના પરમાર વાસમાં રહેતા મોહનભાઈ મોતીભાઈ પરમારના ઘરે અચાનક આગ લાગી હતી. આગના કારણે ઘરમાં રહેલાં કપડાં, અનાજ અને અન્ય ઘરવપરાશની વસ્તુઓ આગની લપેટમાં આવી ગયાં હતાં. આ ઉપરાંત ઘરેણાં અને રોકડ રકમને પણ નુકસાન થયાની વિગતો સામે આવી છે. ઘટનાને પગલે પરિવારને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

મકાનમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આગ લાગવાની ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ચિંતા અને ચકચાર ફેલાઈ હતી.

આગ લાગવાનું ચોક્કસ કારણ શું હતું અને પરિવારને કુલ કેટલું નુકસાન થયું છે તે અંગેની વધુ વિગતો હજી સામે આવવાની બાકી છે.

અહેવાલ: સંજય ભોઈ
SK24 ગુજરાતી ન્યૂઝ 

Post a Comment

0 Comments