Ticker

8/recent/ticker-posts

Followers

ઈડરમાં માતા-પિતા વિહોણા 51 પરિવારોને દિવાળી કીટનું વિતરણ..

લોક કલ્યાણ ગ્રુપ અને સર્પ મિત્ર પ્રદીપભાઈ પટેલની સેવાકીય પહેલ, પ્રાંત અધિકારી અને DYSP સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

દિવાળીના પાવન પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોના જીવનમાં ખુશીઓ ફેલાવવા માટે ઈડર ખાતે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના વડાલી સ્થિત લોક કલ્યાણ ગ્રુપ અને સર્પ મિત્ર પ્રદીપભાઈ પટેલના સંયુક્ત પ્રયાસથી હોટલ સીટી આર એમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં માતા-પિતા વિહોણા આશરે 51 જરૂરિયાતમંદ પરિવારોને કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને ઉપસ્થિત મહાનુભાવોના સ્વાગત સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ મહાનુભાવોએ સેવાકીય પ્રવૃત્તિઓના મહત્ત્વ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. દિવાળીના તહેવાર દરમિયાન જરૂરિયાતમંદ પરિવારોને જીવનજરૂરી ચીજવસ્તુઓ મળી રહે અને તેઓ પણ તહેવારની ઉજવણી કરી શકે તેવા હેતુથી કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઈડરના પ્રાંત અધિકારી કનકસિંહ ગોહિલ, DYSP સ્મિત ગોહિલ અને વીરેશ્વર ધામના મહંત રામદાસ બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિપુલભાઈ લોનવાળા, પ્રદીપભાઈ ખરાડી, દીપકભાઈ સોની, પ્રફુલ મિસ્ત્રી, જીવ દયા ટીમ તેમજ ઉપેન્દ્રસિંહ બાપુ ગંભીરપુરાવાળા સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી.

દિવાળીના પર્વે જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ બની લોક કલ્યાણ ગ્રુપ અને સર્પ મિત્ર પ્રદીપભાઈ પટેલની ટીમે સેવાભાવ અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના અંતે પ્રદીપભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા ઉપસ્થિત મહાનુભાવો, સહયોગીઓ અને કાર્યક્રમને સફળ બનાવનાર તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

સેવાકીય પ્રવૃત્તિ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોના ચહેરા પર ખુશી લાવવાના આ પ્રયાસને ઉપસ્થિત લોકોએ બિરદાવ્યો હતો.

અહેવાલ. સંજય ભોઈ 

Post a Comment

0 Comments