Ticker

8/recent/ticker-posts

Followers

ગુજરાતમાં સરકારી કામકાજ ઠપ થવાના એંધાણ કર્મચારીઓનું સરકારને 15 દિવસનું અલ્ટીમેટમ, જૂની પેન્શન અને ફિક્સ પગાર નાબૂદી મુખ્ય માંગ..


ગાંધીનગર | 6 ઓક્ટોબર 2026
ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ દ્વારા સરકારની નીતિઓ સામે ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. વર્ષોથી પડતર રહેલા કર્મચારીઓના પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણની માંગ સાથે મંડળે રાજ્ય સરકારને 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.

 કર્મચારીઓએ ચીમકી આપી છે કે, નિર્ધારિત સમયગાળામાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ગાંધીચીંધ્યા માર્ગે રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે.

વર્ષોથી પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા અસંતોષ
કર્મચારી મંડળના હોદ્દેદારોના જણાવ્યા મુજબ, સરકારના વિવિધ વિભાગોમાં કર્મચારીઓના અનેક પ્રશ્નો લાંબા સમયથી પડતર છે. વારંવાર રજૂઆતો કરવા છતાં નક્કર પરિણામ ન મળતા કર્મચારી આલમમાં ભારે અસંતોષ ફેલાયો છે. સરકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવામાં કર્મચારીઓ મહત્વની ભૂમિકા ભજવે છે, ત્યારે તેમના હકો અને માંગણીઓની અવગણના થતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

કર્મચારીઓની મુખ્ય માંગણીઓ

વર્ષોથી ચાલી આવતી ફિક્સ પગાર પ્રથા સંપૂર્ણપણે બંધ કરવામાં આવે.

સામાજિક સુરક્ષાના હિતમાં જૂની પેન્શન યોજના તાત્કાલિક અમલમાં મૂકવામાં આવે.

કર્મચારીઓને સમયસર પ્રમોશન આપવામાં આવે.

સરકારી વિભાગોમાં ખાલી જગ્યાઓ ભરી મહેકમ વધારવામાં આવે અને કામનું ભારણ ઘટાડવામાં આવે.

50 વર્ષની વયમર્યાદા વટાવી ચૂકેલા વરિષ્ઠ કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવામાં આવે.

પંચાયત, બોર્ડ-નિગમ અને નગરપાલિકાના કર્મચારીઓને પણ સમાન દરજ્જો અને સરકારી કર્મચારીઓને મળતા લાભો આપવામાં આવે.

કર્મચારી મહામંડળે સરકાર અને વહીવટી તંત્રને આ મુદ્દાઓને ગંભીરતાથી લેવા અપીલ કરી છે. 15 દિવસમાં સકારાત્મક નિર્ણય નહીં લેવાય તો સમગ્ર ગુજરાતમાં સરકારી કામકાજને અસર થાય તેવું આંદોલન શરૂ કરવાની ચીમકી આપવામાં આવી છે.

સંજય ભોઈ 

Post a Comment

0 Comments