Ticker

8/recent/ticker-posts

Followers

પાલનપુરમાં એરોમા સર્કલ પાસે ક્રેનની બ્રેક ફેલ..

બેકાબૂ ક્રેને ૮થી વધુ વાહનોને અડફેટે લીધા; વાહનોનો કચ્ચરઘાણ, સદનસીબે જાનહાની ટળી.

પાલનપુરના એરોમા સર્કલ નજીક સોમવારે રાત્રે આશરે ૮ વાગ્યાના સુમારે ગંભીર અકસ્માત સર્જાતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ TMS 880M મોડેલની પીળા રંગની મોટી ક્રેનની અચાનક બ્રેક ફેલ થઈ જતાં ક્રેન બેકાબૂ બની હતી.

બ્રેક ફેલ થયા બાદ બેકાબૂ બનેલી ક્રેને રસ્તા પર આગળ વધી એક પછી એક કાર, ઓટોરિક્ષા અને મિની બસ સહિત ૮થી વધુ વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતને પગલે વાહનોને ભારે નુકસાન થયું હતું.

અકસ્મતમાં GJ-08-FA-4733 નંબરની સફેદ કારનો આગળનો ભાગ, બોનેટ તથા એન્જિનનો ભાગ કચડાઈ ગયો હતો. આ ઉપરાંત અન્ય કારોના આગળના અને સાઇડના ભાગને પણ નુકસાન પહોંચ્યું હતું. એક મિની બસના પાછળના ભાગ તેમજ ઓટોરિક્ષાને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્મત બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી અને વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા તથા પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.

બેકાબૂ ક્રેને એક પછી એક ૮થી વધુ વાહનોને ટક્કર મારતાં અકસ્માત ભયાનક બન્યો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાને પગલે પોલીસે સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

સંજય ભોઈ 

Post a Comment

0 Comments