Ticker

8/recent/ticker-posts

Followers

પ્રાંતિજના મજરા બ્રિજ પર બ્રેઝા કારનો ગમખ્વાર અકસ્માત, કારનો આગળનો ભાગ થયો ખુરદો; ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા..

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં અમદાવાદ તરફ જતા માર્ગ પર આવેલા મજરા બ્રિજ પર બ્રેઝા કારનો ગમખ્વાર અકસ્માત સર્જાતાં ચકચાર મચી ગઈ હતી. આ અકસ્માતમાં કારના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતની ગંભીરતા જોતા ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં એકઠાં થઈ ગયાં હતાં.

પ્રાપ્ત વિગતો મુજબ, મજરા બ્રિજ પરથી પસાર થઈ રહેલી બ્રેઝા કાર અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માતમાં કારમાં સવાર લોકોને ઈજાઓ પહોંચતાં તાત્કાલિક 1033 હાઇવે પેટ્રોલિંગ અને 112 ઇમરજન્સી સેવાની ટીમને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં જ બંને ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

બીજી તરફ, અકસ્માતના પગલે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, ઘટનાસ્થળે પહોંચેલી પ્રશાસનની ટીમે ટ્રાફિક વ્યવસ્થાને હળવી બનાવી વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો.

હાલમાં અકસ્માત કયા કારણોસર સર્જાયો હતો અને કેટલા લોકોને ઈજાઓ પહોંચી છે તે અંગેની સત્તાવાર વિગતો સામે આવવાની બાકી છે. આ ઘટનાને પગલે હાઇવે પર વાહનચાલકોમાં પણ ભારે ચર્ચા જોવા મળી હતી.

અહેવાલ. સંજય ભોઈ 

Post a Comment

0 Comments