માલપુર ફોરેસ્ટ વિભાગના સ્ટાફની કામગીરી સામે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, ફોરેસ્ટ સ્ટાફ દ્વારા બે પુરુષો અને એક મહિલાને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
આ ઘટનાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ધારાસભ્યએ સમગ્ર મામલે ફોરેસ્ટ કર્મચારીઓની પૂછપરછ કરી હતી અને ઘટનાને લઈને સખત નારાજગી વ્યક્ત કરી હતી.
પ્રજા સાથે મારામારી કે ગેરવર્તનના આક્ષેપોને લઈને ધારાસભ્યએ ફોરેસ્ટ સ્ટાફનો ઉધડો લીધો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
હાલ સમગ્ર મામલે જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
સંજય ભોઈ
0 Comments