Ticker

8/recent/ticker-posts

Followers

ઈડર તાલુકાના જાદરમાં ઝઘડો શાંત કરાવવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો..

મહિલાએ છરો લઈને પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પથ્થરમારામાં હોમગાર્ડ જવાન ઘાયલ.
ઈડર તાલુકાના જાદર ગામની સીમમાં અંદરોઅંદરની બોલાચાલી અને મારામારીનો ઝઘડો શાંત કરાવવા પહોંચેલી ૧૧૨ જનરક્ષક પોલીસ ટીમ પર હુમલો કરવામાં આવતાં ચકચાર મચી છે. ઘટનામાં પથ્થરમારાને કારણે એક હોમગાર્ડ જવાનને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, તા. ૫-૧૦-૨૦૨૬ના રોજ રાત્રિના સુમારે જાદરની સીમમાં ઝઘડો થતાં ૧૧૨ જનરક્ષક ટીમને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં ૧૧૨ વાનના ઇન્ચાર્જ એ.એચ.કો. અલ્પેશકુમાર ભીખુભસિંહ, ડ્રાઇવર ફૈજાન મુસ્તફાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ દીપિકાબેન તથા હોમગાર્ડ જવાન ગોવિંદસિંહ ચૌહાણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

પોલીસે સ્થળ પર પહોંચી ઝઘડો શાંત પાડી બંને પક્ષોને છૂટા પાડ્યા હતા. આ દરમિયાન રમેશભાઈ બાબુભાઈ દેવીપૂજક, ગીતાબેન રમેશભાઈ દેવીપૂજક, રાહુલભાઈ રમેશભાઈ દેવીપૂજક અને કોમલબેન રમેશભાઈ દેવીપૂજકે પોલીસકર્મીઓને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે.

આ દરમિયાન કોમલબેન ઘરમાં જઈ પોતાના કપડાં ફાડી નાખ્યા બાદ ફાટેલી હાલતમાં હાથમાં છરો લઈને પોલીસકર્મીઓ પર હુમલો કરવા દોડી આવી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. સાથે જ રમેશભાઈ તથા કોમલબેને પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો હતો.

પથ્થરમારામાં કોમલબેન દ્વારા ફેંકવામાં આવેલા પથ્થરથી હોમગાર્ડ જવાન ગોવિંદસિંહ જહુસિંહ ચૌહાણના માથાના પાછળના ભાગે ઈજા થઈ હતી. ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઘટના અંગે પોલીસે રમેશભાઈ બાબુભાઈ દેવીપૂજક સહિત ચાર શખ્સો વિરુદ્ધ જીવલેણ હુમલો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


સંજય ભોઈ 
સાબરકાંઠા 

Post a Comment

0 Comments