હિંમતનગર.
સાબરકાંઠા SOGની ટીમે હિંમતનગરના મોતીપુરા પીકઅપ સ્ટેન્ડ પાસેથી ઝડપી જેલ હવાલે કર્યો
આગામી નવરાત્રી તહેવારને ધ્યાને લઈ સાબરકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નાસતા-ફરતા આરોપીઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સાબરકાંઠા SOGની ટીમે અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ છેલ્લા પાંચ વર્ષથી ફરાર કેદીને ઝડપી પાડ્યો છે.
પોલીસ અધિકારીઓની સૂચના અને SOG PI એ.એમ. વાળાના માર્ગદર્શન હેઠળ PSI કે.યુ. ચૌધરી તથા PSI પી.એમ. ઝાલાની રાહબરીમાં SOGની ટીમ હિંમતનગર 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસ કર્મચારીઓને મળેલી બાતમીના આધારે હિંમતનગરના મોતીપુરા પીકઅપ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવવામાં આવી હતી.
બાતમીના આધારે પોલીસે **ગોવિંદકુમાર પ્રકાશભાઈ ભગોરા (પાકા કામના કેદી નં. ૧૬૩૧૮)**ને ઝડપી પાડ્યો હતો. મૂળ રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ખેરવાડા તાલુકાના મુડવારા ગામનો રહેવાસી આરોપી હાલ બનાસકાંઠા જિલ્લાના શીહોરી તાલુકાના અકોલી ખાતે રહેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ છેલ્લા પાંચ વર્ષથી ફરાર હતો. SOGની ટીમે તેને ઝડપી હિંમતનગર 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જરૂરી નોંધ કરાવી જિલ્લા જેલ, હિંમતનગર ખાતે સુપરત કર્યો છે.
SOGની કામગીરીમાં PSI કે.યુ. ચૌધરી, PSI પી.એમ. ઝાલા સહિત હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર, વિક્રમસિંહ સોલંકી, વિક્રમસિંહ પરમાર, પ્રકાશકુમાર તેમજ પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઈ, અનિરૂદ્ધસિંહ અને કરણસિંહ જોડાયા હતા.
0 Comments