Ticker

8/recent/ticker-posts

Followers

ખેડબ્રહ્મા પોલીસે 8 ચોરાયેલી મોટરસાઇકલ મૂળ માલિકોને પરત કરી...


ખેડબ્રહ્મા, તા. 7 ઓક્ટોબર 2026


સાબરકાંઠા જિલ્લામાં પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ચોરાયેલા અને કબજે કરાયેલા વાહનો તેમના મૂળ માલિકોને પરત સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાન હેઠળ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન દ્વારા કુલ 8 મોટરસાઇકલ શોધી કાઢી તેમના હકદાર માલિકોને પરત કરવામાં આવી છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ, પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ તથા વિભાગીય પોલીસ અધિકારી ડૉ. કુલદીપકુમાર નાયીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી.


ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. ડી.વી. હડાત તથા પોલીસ સ્ટાફની ટીમે જુદા જુદા વિસ્તારોમાંથી ચોરાયેલી તેમજ બિનવારસી હાલતમાં મળી આવેલી મોટરસાઇકલની તપાસ કરી હતી. કાયદેસરની કાર્યવાહી અને જરૂરી ચકાસણી પૂર્ણ કર્યા બાદ વાહનો તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા.

પરત સોંપાયેલી 8 મોટરસાઇકલ

1. પ્લેટિના મોટરસાઇકલ
પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી GJ-08-BE-2638 નંબરની પ્લેટિના મોટરસાઇકલ તેના માલિક ચમનભાઈ નાથાભાઈ પ્રજાપતિ, ગણેશપુરા, પાલનપુરને પરત કરવામાં આવી.


2. બજાજ પ્લેટિના
વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી GJ-09-AQ-1177 નંબરની બજાજ પ્લેટિના તેના માલિક ફારુકભાઈ રજાકભાઈ લુહાર, અશરફનગર ગંભીરપુરા, ઇડરને સોંપવામાં આવી.


3. હીરો હોન્ડા સ્પેલન્ડર પ્રો
હિંમતનગર વિસ્તારમાંથી આશરે 7 વર્ષ અગાઉ ચોરાયેલી GJ-01-NM-3819 નંબરની હીરો હોન્ડા સ્પેલન્ડર પ્રો તેના માલિક સતનામસિંહ સોનસિંહ મકવાણા, દેઘરોટા, હિંમતનગરને પરત કરાઈ.


4. સ્પેલન્ડર પ્લસ
GJ-08-AA-5486 નંબરની સ્પેલન્ડર પ્લસ મોટરસાઇકલની માલિકીની ખરાઈ કર્યા બાદ ઉપેન્દ્રસિંહ ઓમપ્રકાશ રાજપૂત, પાલનપુર, મૂળ ઉત્તર પ્રદેશને પરત સોંપવામાં આવી.


5. હોન્ડા ડીલક્સ
GJ-09-CG-7067 નંબરની હોન્ડા ડીલક્સ મોટરસાઇકલ તેના મૂળ માલિક મુકેશભાઈ રામાભાઈ ઓડ, જુનાચામુ, વડાલીને પરત કરવામાં આવી.

6. હીરો હોન્ડા સ્પેલન્ડર પ્રો
રાજસ્થાનના શિરોહી વિસ્તારમાંથી અગાઉ ચોરાયેલી RJ-38-SA-8387 નંબરની હીરો હોન્ડા સ્પેલન્ડર પ્રો અસલ દસ્તાવેજોની ચકાસણી બાદ તેના માલિક નારાયણલાલ સદારામજી ઘાંચી, ભુરજા પીડવારા, શિરોહીને પરત આપવામાં આવી.


7. હોન્ડા સાઈન
GJ-09-DM-3515 નંબરની આશરે રૂ.35 હજાર કિંમતની હોન્ડા સાઈન મોટરસાઇકલ ખેડબ્રહ્મા કોર્ટના હુકમ અને કાયદેસરની પ્રક્રિયા બાદ મૂળ માલિકને પરત સોંપવામાં આવી.

8. બજાજ બોક્સર
GJ-09-Q-8296 નંબરની બજાજ બોક્સર મોટરસાઇકલ સંબંધિત કેસની કાયદેસરની કાર્યવાહી અને સમરી મંજૂર થયા બાદ તેના હકદાર માલિક સુમાભાઈ ખેતાભાઈ ડાભી, વાલરણ, ખેડબ્રહ્માને પરત કરવામાં આવી.

વર્ષો બાદ વાહનો પરત મળતાં માલિકોમાં ખુશી

વર્ષો અગાઉ ચોરાયેલી મોટરસાઇકલો પરત મળતા વાહનમાલિકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. માલિકોએ ખેડબ્રહ્મા પોલીસની કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

આ સમગ્ર કામગીરીમાં PSI એસ.એમ. વસૈયા તથા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના અન્ય પોલીસ કર્મચારીઓએ સક્રિય ભૂમિકા ભજવી હતી.


સંજય ભોઈ 

Post a Comment

0 Comments