AHTUની કાર્યવાહી: એક યુવતીને મુક્ત કરાવી, ₹6 હજારનો મુદ્દામાલ જપ્ત
હિંમતનગર: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સાબરડેરી નજીક સમર્થ કોલેજ પાસે આવેલા વ્હાઈટ હાઉસ ખાતે ભાડાના મકાનમાં દેહવેપાર ચાલતો હોવાની માહિતીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ની ટીમે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે એક યુવતીને દેહવેપારમાંથી મુક્ત કરાવી રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ ₹6,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, પી.આઈ. એસ.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ AHTUની ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગ્રાહક પાસેથી ₹1,000 લઈને દેહસૂખની વ્યવસ્થા કરવામાં આવતી હોવાની વિગતો સામે આવી હતી. આ રકમમાંથી યુવતીને ₹500 આપવામાં આવતા હોવાની પણ માહિતી મળી હતી.
આ મામલે રાજસ્થાનના રાજેન્દ્ર ગૌરીશંકર ડુંગર સામે ઇમોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિંમતનગરમાં રહેણાક મકાનમાં ચાલતા કથિત દેહવેપાર સામે AHTUની કાર્યવાહીથી ચકચાર મચી છે. સમગ્ર મામલે પોલીસની આગળની તપાસમાં વધુ વિગતો સામે આવી શકે છે.
અહેવાલ. સંજય ભોઈ
0 Comments