મોહનપુરમાંથી આરોપીની ધરપકડ કરી હિંમતનગર જિલ્લા જેલમાં મોકલાયો
સાબરકાંઠા જિલ્લાના તલોદ પોલીસ સ્ટેશનની ટીમે સજા વોરંટના આધારે એક વર્ષની સજા પામેલા નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસની ટીમે બાતમીના આધારે તલોદ પોલીસ સ્ટેશનના મોહનપુર આઉટ પોસ્ટ વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, પકડાયેલા આરોપીનું નામ વિપુલકુમાર ભીખુસિંહ રાઠોડ છે, જે મોહનપુર, તાલુકો તલોદ, જિલ્લો સાબરકાંઠાનો રહેવાસી છે. હિંમતનગર કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ નોંધાયેલા ક્રિમિનલ કેસ નંબર 7355/2023, 7356/2023 અને 7357/2023માં સજા વોરંટની કાર્યવાહી બાકી હતી. આ કેસોમાં સજા પામેલા આરોપીને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે મોહનપુર આઉટ પોસ્ટ વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને હિંમતનગર જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.
આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી. રાઠોડ અને પીએસઆઈ કે.વી. વહોનીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં અ.હે.કોન્સ. ઉપેન્દ્રકુમાર અંબાલાલ, અ.પો.કોન્સ. તુષારસિંહ ભવાનસિંહ તથા મનુભાઈ ઓધારભાઈએ કામગીરીમાં સહયોગ આપ્યો હતો.
આમ, તલોદ પોલીસની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને સજા વોરંટના આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સંજય ભોઈ
0 Comments