Ticker

8/recent/ticker-posts

Followers

પ્રાંતિજના વાઘપુર નજીક રેતી ચોરી સામે તંત્રની કાર્યવાહી..

સાબરમતી નદીમાંથી રેતી ખનન માટે વપરાતી ચાર હોડીઓ સહિત સાધનો જપ્ત કરાયાં

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વાઘપુર નજીક સાબરમતી નદીમાં કથિત ગેરકાયદે રેતી ખનન અને રેતી ચોરી અંગેની ફરિયાદોને પગલે ખાન-ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન નદીમાંથી રેતી ખનન માટે ઉપયોગમાં લેવાતી ચાર હોડીઓ સહિત ખનનનાં સાધનો જપ્ત કરવામાં આવ્યાં હતાં.

પ્રાપ્ત વિગતો મુજબ, વાઘપુર નજીક સાબરમતી નદીમાં હોડીઓની મદદથી ગેરકાયદે રેતી ખનન થતું હોવાની સ્થાનિક સ્તરે ફરિયાદો કરવામાં આવી હતી. આ ફરિયાદોને આધારે ખાન-ખનીજ વિભાગે સ્થળ પર કાર્યવાહી હાથ ધરી હતી.

નદીમાં રહેલી હોડીઓને બહાર કાઢવા માટે પ્રાંતિજ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમની મદદથી ચાર હોડીઓને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. આ ઉપરાંત રેતી ખનન માટે ઉપયોગમાં લેવાતાં અન્ય સાધનો પણ જપ્ત કરવામાં આવ્યાં હતાં.

સાબરમતી નદીમાં ગેરકાયદે ખનન થતું હોવાની ફરિયાદો બાદ કરવામાં આવેલી આ કાર્યવાહીને પગલે ગેરકાયદે રેતી ખનનનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. નદીમાંથી કુદરતી સંપત્તિનું ગેરકાયદે ખનન અટકાવવા અને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવા અંગે સ્થાનિક સ્તરે પણ ધ્યાન દોરવામાં આવી રહ્યું છે.

હવે જોવાનું એ રહેશે કે ખાન-ખનીજ વિભાગ દ્વારા આ મામલે આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદે ખનન સાથે સંકળાયેલા જવાબદારો સામે કાયદેસર પગલાં લેવામાં આવે છે કે નહીં.

અહેવાલ: સંજય ભોઈ
SK24 ગુજરાતી ન્યૂઝ

Post a Comment

0 Comments