AHTUની ટીમે દરોડો પાડી બે યુવતીઓને મુક્ત કરાવી; સંચાલિકા મહિલા સામે ફરિયાદ નોંધાઈ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રહેણાક મકાનમાં કથિત રીતે દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની માહિતીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ટીમે બે યુવતીઓને મુક્ત કરાવી હતી, જ્યારે કથિત રીતે આ પ્રવૃત્તિનું સંચાલન કરતી મહિલાની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક માહિતી અનુસાર, રહેણાક મકાનમાં બહારથી યુવતીઓને બોલાવી ગ્રાહકો પાસે દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાનો આક્ષેપ છે. તપાસ દરમિયાન ગ્રાહક દીઠ રૂ. 1,000 વસૂલવામાં આવતા હતા, જેમાંથી રૂ. 500 યુવતીને આપવામાં આવતા અને બાકીના રૂ. 500 કમિશન તરીકે રાખવામાં આવતા હોવાની વિગતો સામે આવી છે.
આ મામલે AHTUની ટીમે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સંચાલિકા મહિલા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી છે.
હિંમતનગર જેવા શહેરી વિસ્તારમાં રહેણાક મકાનમાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોવાની માહિતી સામે આવતાં ચકચાર મચી છે. જોકે, સમગ્ર મામલે તપાસ પૂર્ણ થયા બાદ જ વધુ વિગતો સ્પષ્ટ થશે.
— SK24 ગુજરાતી ન્યૂઝ
સંજય ભોઈ | મો. 7600694756
0 Comments