ગાંભોઈ : સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની ટીમે પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્ર યાદવ (ગાંધીનગર રેન્જ) અને સાબરકાંઠા-હિંમતનગરના પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલની સૂચના અને માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત વિભાગીય પોલીસ અધિકારી એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ ગાંભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.આર. ચૌધરીની ટીમે કાર્યવાહી કરી હતી.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગાંભોઈ ત્રણ રસ્તા બ્રિજ નીચે વોચ ગોઠવી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં કુલદિપકુમાર કાંતિભાઈ ભગોરા (ઉં.વ. 25) અને નિલેષકુમાર કાંતિભાઈ ભગોરા (ઉં.વ. 26) બંને રહે. ધોલવાણી, તા. ભિલોડા, જી. અરવલ્લીનો સમાવેશ થાય છે.
બંને આરોપીઓ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી નાસતા ફરતા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. બંનેને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં એ.એસ.આઈ. કાળુભાઈ દેવાભાઈ, આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ સુરેશકુમાર અંબાલાલ, અ.પો.કો. ઇન્દ્રરાજસિંહ દિલીપસિંહ તથા અ.પો.કો. મહિપાલસિંહ ચંદુસિંહ જોડાયા હતા.
સંજય ભોઈ
0 Comments