Ticker

8/recent/ticker-posts

Followers

પ્રાંતિજ ઓવરબ્રિજ પર વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટનો અકસ્માત, ચાલક કાર મૂકી ફરાર...

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ત્રણ રસ્તા ઓવરબ્રિજ પર વિદેશી દારૂનો જથ્થો ભરી પૂરપાટ ઝડપે જઈ રહેલી સ્વિફ્ટ કારે આગળ જતી કારને પાછળથી જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે સ્થળ પર અફરાતફરી સાથે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.
અકસ્મતમાં વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ કારના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. ઘટનાસ્થળે તપાસ દરમિયાન કારના ચોરખાના તેમજ પાછળની સીટમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં આગળ જતી કારના ચાલકનો સદનસીબે આબાદ બચાવ થયો હતો.
દરમિયાન પોલીસની કાર્યવાહીથી બચવા માટે સ્વિફ્ટ કારનો ચાલક પોતાની કાર ઘટનાસ્થળે જ મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પ્રાંતિજ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુએ ખસેડી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરી હતી.
પ્રાંતિજ પોલીસે દારૂ ભરેલી સ્વિફ્ટ કાર તથા મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કારના નંબરના આધારે ફરાર ચાલક તેમજ દારૂ મંગાવનાર અને મોકલનાર ઈસમો સુધી પહોંચવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

સંજય ભોઈ 

Post a Comment

0 Comments