Ticker

8/recent/ticker-posts

Followers

પત્ની સાથે આડા સંબંધોની શંકામાં 20 વર્ષીય યુવકની પથ્થર મારી હત્યા..

વાવ-ભાભર રોડ પર પાંજરાપોળ નજીકની ઘટના, વાવ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો

વાવ, બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના વાવ-ભાભર રોડ પર પાંજરાપોળ નજીક એક યુવકની પથ્થર મારીને હત્યા કરવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. પત્ની સાથે આડા સંબંધો હોવાની શંકાને પગલે આ હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઘટનાને પગલે વાવ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુઈગામ તાલુકાના લીંબુણી ગામના 20 વર્ષીય અમુ ઉર્ફે અમીરામભાઈ ઠાકોરની વાવ-ભાભર રોડ પર પાંજરાપોળ નજીક હત્યા કરવામાં આવી હતી. પત્ની સાથે આડા સંબંધોની શંકાને લઈને આરોપી નરસિંહ ઉર્ફે નરેશ ઠાકોરે યુવક પર પથ્થર વડે હુમલો કર્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આ હુમલામાં યુવકનું મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. વાવ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી ગણતરીના કલાકોમાં જ આરોપી નરસિંહ ઉર્ફે નરેશ ઠાકોરને ઝડપી પાડ્યો હતો. ડીવાયએસપી શિલ્પા ભારાઈએ પોલીસની ઝડપી કાર્યવાહી અંગે પુષ્ટિ કરી હતી.

હાલમાં હત્યાના બનાવને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હત્યા પાછળનાં સંજોગો અને ઘટનાક્રમ અંગે તપાસ બાદ વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.


અહેવાલ: સંજય ભોઈ
SK24 ગુજરાતી ન્યૂઝ

Post a Comment

0 Comments