નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શેરપુર ગામમાં ગઈકાલે રાત્રે ઉત્સવ, ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા કન્વીનર શ્રી મનનભાઈ દાણી તેમજ ગુજરાતના સુપ્રસિદ્ધ પોડકાસ્ટર શ્રી જય થડેશ્વરના આગમનથી ગામમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો. ગ્રામજનો દ્વારા બંને મહાનુભાવોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મનનભાઈ દાણી અને જય થડેશ્વરે ગામની માતાઓ અને બહેનો સાથે માથે ગરબો ધારણ કરી મા આદ્યશક્તિની આરાધના કરી હતી. નવરાત્રીના પરંપરાગત ધાર્મિક માહોલમાં બંને મહાનુભાવો ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. તેમની સહજતા અને ગુજરાતી સંસ્કૃતિ પ્રત્યેના લગાવથી ઉપસ્થિત ગ્રામજનોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
શેરપુર ગામમાં યોજાયેલા આ નવરાત્રી ઉત્સવમાં ધાર્મિક શ્રદ્ધા સાથે ગુજરાતની લોકસંસ્કૃતિ અને પરંપરાની સુંદર ઝલક જોવા મળી હતી. મહાનુભાવોની ઉપસ્થિતિએ ઉત્સવને વધુ યાદગાર બનાવ્યો હતો.
ભક્તિ, પરંપરા અને સંસ્કૃતિના સંગમથી શેરપુરમાં નવરાત્રીનો ઉત્સવ બન્યો યાદગાર
અહેવાલ: સંજય ભોઈ
SK24 ગુજરાતી ન્યૂઝ
0 Comments