Ticker

8/recent/ticker-posts

Followers

હિંમતનગરમાં ભાજપ મહિલા મોરચાનું વિરોધ પ્રદર્શન, રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરાયું..

મણિપુરના કોંગ્રેસી સાંસદ બીમોલ અકોઈજમને લઈને ઉઠેલા વિવાદના મુદ્દે કોંગ્રેસ કાર્યાલય સામે વિરોધ નોંધાવ્યો; ધારાસભ્ય વી.ડી. ઝાલા સહિત ભાજપના હોદ્દેદારો અને મહિલા કાર્યકરો જોડાયાં

હિંમતનગર : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના મોતીપુરા વિસ્તારમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય સામે ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મણિપુરના કોંગ્રેસી સાંસદ બીમોલ અકોઈજમને લઈને ઊભા થયેલા વિવાદના મુદ્દે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન મહિલા મોરચાની કાર્યકરોએ કોંગ્રેસના વલણ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરવામાં આવતાં સ્થાનિક રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં કોંગ્રેસ કાર્યાલયની સામે ભાજપ મહિલા મોરચાના કાર્યકરો એકત્રિત થયા હતા. આ દરમિયાન કાર્યકરોએ વિવિધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો અને કોંગ્રેસના વલણ સામે સવાલો ઉઠાવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ વિરોધ પ્રદર્શનમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડીયા, રેખાબા ઝાલા, નિર્મલાબેન પંચાલ સહિત ભાજપના હોદ્દેદારો અને મહિલા મોરચાના મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

મણિપુરના કોંગ્રેસી સાંસદ બીમોલ અકોઈજમને લઈને ઊભા થયેલા વિવાદના પગલે યોજાયેલા આ વિરોધ પ્રદર્શનની સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. આ કાર્યક્રમ દ્વારા ભાજપ મહિલા મોરચાએ કોંગ્રેસ સામે પોતાનો વિરોધ જાહેર કર્યો હતો.

અહેવાલ : સંજય ભોઈ
SK24 ગુજરાતી ન્યૂઝ
સત્ય સાથે, સૌથી પહેલા

Post a Comment

0 Comments