Ticker

8/recent/ticker-posts

Followers

વડાલીની સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ...

ઈડરની વિશેષ પોક્સો કોર્ટનો ચુકાદો, ભોગ બનનાર સગીરાના પુનર્વસન માટે રૂ. 1 લાખનું વળતર ચૂકવવા આદેશ

સાબરકાંઠા જિલ્લાના વડાલી વિસ્તારમાં રહેતી સગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવા અને તેને ગર્ભવતી બનાવવાના ગંભીર ગુનામાં ઈડરની વિશેષ પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે ભોગ બનનાર સગીરાના પુનર્વસન માટે રૂ. 1 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

આ કેસમાં હિંમતનગર તાલુકાના આગીયોલ ગામના આરોપી સંદીપ અરવિંદભાઈ ઉર્ફે ભરત રાવળને અદાલતે દોષિત ઠેરવ્યો હતો. ઈડરની વિશેષ પોક્સો કોર્ટના ન્યાયાધીશ એમ. વાય. રાઘનપુરવાળાએ કેસની સુનાવણી દરમિયાન રજૂ થયેલા પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખીને આ ચુકાદો સંભળાવ્યો હતો.

કેસની અંતિમ સુનાવણી દરમિયાન સરકારી વકીલ એન. એન. બારોટ દ્વારા કોર્ટ સમક્ષ દલીલો રજૂ કરવામાં આવી હતી. સાથે જ કેસને લગતા દસ્તાવેજી પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા. સમગ્ર કેસની સુનાવણી બાદ કોર્ટે આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.

કોર્ટે સજાની સાથે ભોગ બનનાર સગીરાના પુનર્વસનને ધ્યાનમાં રાખીને રૂ. 1 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. આ ચુકાદો સગીરાઓ સામેના ગંભીર જાતીય ગુનાઓમાં કાયદાકીય કાર્યવાહી અને ન્યાયિક પ્રક્રિયાના મહત્ત્વને ઉજાગર કરે છે.


અહેવાલ. સંજય ભોઈ 
Sk24 ગુજરાતી ન્યૂઝ 

Post a Comment

0 Comments