Ticker

8/recent/ticker-posts

Followers

નેત્રામલી પાસે 112ની ગાડી પલટી, ચાલક ઈજાગ્રસ્ત..


સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ઈડર-હિંમતનગર હાઈવે પર અકસ્માત; 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા

ઈડર-હિંમતનગર હાઈવે પર નેત્રામલી નજીક 112ની ગાડી પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગાડીના ચાલક નિલેશભાઈને ઈજા થતાં તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, જીજે-09-જીએ-0623 નંબરની ગાડી ખેડબ્રહ્માથી હિંમતનગર તરફ 112ની ગાડી ટોઈંગ કરીને લઈ જઈ રહી હતી. દરમિયાન નેત્રામલી નજીક ચાલક નિલેશભાઈએ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ગાડી રોડ પર પલટી મારી ગઈ હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકત્રિત થયાં હતાં.

અકસ્મતની જાણ થતાં ઈડર પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બીજી તરફ, પોલીસે પલટી ગયેલી ગાડીને રોડની સાઈડમાં ખસેડાવી માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક દૂર કરાવ્યો હતો, જેથી વાહનવ્યવહાર ફરી સુચારુ બની શકે.

આ અકસ્માત અંગે ઈડર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ. સંજય ભોઈ 

Post a Comment

0 Comments